સોનગઢ તાલુકામાં સૌ પ્રથમ વાર નિઃશુલ્ક યોગ શિક્ષક તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત) દ્વારા પ્રથમ વાર સોનગઢ તાલુકામાં નિશુલ્ક યોગ શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જે સિનિયર સિટીઝન હોલ, સોનગઢ માં સાંજે ૪ થી ૬ દરમિયાન શરૂ કરવામાં આવી છે. યોગ શિક્ષક તાલીમનું ઉદ્ઘાટનમા શ્રી જીતુભાઈ ચૌહાણ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર કાર્યવાહ સોનગઢ), શ્રી પ્રકાશભાઈ ગામીત (ઉપપ્રમુખ ,સોનગઢ નગરપાલિકા), શ્રી રાકેશભાઈ મહાલે (મહા મંત્રી ,જિલ્લા s.c મોરચા ) ઉપસ્થિત રહ્યા. સમગ્ર તાલીમ નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાપી જિલ્લા ના કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે ( ૯૯૦૯૧૧૮૮૭૦)દ્વારા કરવામાં આવ્યુ. જેમાં 25 બહેનો યોગ શિક્ષક તરીકે ની તાલીમ લઈ રહ્યા છે. તમે પણ આજે જ સંપર્ક કરીને જોડાઈ શકો છો. ૨ મહિનાની તાલીમ લીધા બાદ તેમને ગવર્મેન્ટનું યોગ શિક્ષક તરીકેનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. જેના દ્વારા તેઓ પોતાના સોસાયટીમાં નિશુલ્ક યોગ વર્ગ શરૂ કરી શકશે. જે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમને માનદ વેતન આપવામાં આવશે. 15 વર્ષથી ઉપર ના કોઈપણ ભાઈઓ અને બહેનો આ તાલીમ નો લાભ લઈ શકે છે અને સ્વાસ્થ્યની સાથે સાથે રોજગારીની તકો પણ સોનગઢ તાલુકામાં ઉભી થશે અને સંપૂર્ણ સોનગઢ તાલુકો યોગમય બનશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.