સીઆઇએસએફનાં સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ સાયકલ યાત્રામાં ધર્મેન્દ્ર પટેલ સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સીઆઇએસએફનાં સ્થાપના દિવસ નિમિત્તે સુરક્ષિત તટ સમૃધ્ધ ભારત થીમ પર તાજેતરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 સાહસીક મહિલાઓ સહિતનાં 125 કર્મચારીઓનાં એક ગૃપે ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં લખપતથી નીકળીને લગભગ 6,535 કિલોમીટર જેટલું દરિયાઈ વિસ્તારનું અંતર કાપ્યું હતું. સદર સાયકલ યાત્રાનાં સુરત આગમન પ્રસંગે ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલે સીઆઇએસએફનાં કમાન્ડર સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમની સાથે તાપી કિનારે સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. દેશની સુરક્ષા સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનાં ઉત્કૃષ્ટ કાર્યમાં સહભાગી બનીને તેમણે યુવાનોને હકારાત્મક સંદેશ પાઠવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.