EMRI green health services દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૭. આજરોજ તારીખ ૦૭/૦૪/૨૫ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ઇએમઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમ છેલ્લા 18 વર્ષથી લોકોને સતત સેવા આપી રહી છે અને લોકો માટે કટોકટી સમયે જીવન દોરી સમાન બની ગઈ છે. ત્યારે આજરોજ 108 એમ્બ્યુલન્સ ની ટીમ દ્વારા તાપી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો ,સગર્ભા મહિલાઓ અન્ય આશરે ૩૪૦ જેટલા લોકોને બ્લડ પ્રેસર, સુગર, ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. અને હાલમાં વધતા જતી ગરમીને લઈને સાવચેતીના પગલાંઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *