વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈ ખાતે ઔદ્યોગિક ટ્રેઈનીંગ હોલ,સ્ટાફ રૂમ તથા સેનિટેશન માટેના બિલ્ડીંગનું ભૂમિપૂજન યોજાયું

Contact News Publisher

 (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  વોકેશનલ ટ્રેડ અંતર્ગત ઓટોમોટિવ ફોર વ્હીલર સર્વિસ આસીસ્ટન્ટના અભ્યાસ માટે ઔદ્યોગિક ટ્રેઈનીંગ હોલ, સ્ટાફ રૂમ તથા સેનિટેશન માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ ૯ માં ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી અને ઓટોમોટિવ ફોર વ્હીલર સર્વિસ આસીસ્ટન્ટના એમ બે ટ્રેડ શરૂ કરવામાં આવેલ હોય જેમાં ઓટોમોટિવ માટે એક ઔદ્યોગિક ટ્રેઈનીંગ હોલની જરૂરિયાત ઉભી થતા એલાયન્સ ક્લબ ઓફ સુરત સેવન સ્ટારના સહયોગથી આ હોલનું નિર્માણ થવા જનાર હોય જેનું ભૂમિપૂજન શાળામાં રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ શ્રી સુશીલ અગ્રવાલ, ડીસ્ટ્રીક્ટ ગવર્નર શ્રીનરેશભાઈ પારેખ, પાસ્ટ ઇન્ટરનેશશનલ પ્રેસીડન્ટ શ્રીભુપેન્દ્રભાઈ ચાહવાલા તેમજ કોલકતાથી મુખ્યમેહમાન શ્રી સતીશ લાખોટિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ માટે દિશા સૂચન ડૉ.બિમલેશ તેવટીયા મેડેમ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુરતના પ્રોજેક્ટ ચેરમેન જયંતિભાઈ પ્રજાપતિ તથા ક્લબના સભ્યોએ પણ ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *