વીજ વપરાશની વિવિધ સુવિધાઓ અને ફાયદાઓ અંગે જાગૃતિ લાવવા માટે બેઠક યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.0૫. કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી.ગોહિલ, વ્યારાના અધ્યક્ષ સ્થાને વિભાગીય કચેરી વ્યારા, દ.ગુ.વિ.કં.લી. ખાતે વ્યારા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરશ્રી એન.જી.ચૌધરી, એન.એચ.ચૌધરી તેમજ વ્યારા નગરપાલિકાના પદાધિકારીઓ તથા યુવા આગેવાનો સાથે વીજ વપરાશના વિવિધ મુદ્દા અંગે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારશ્રીની RDSS યોજના અંતર્ગત સ્માર્ટ મીટરના ગ્રાહક લક્ષી ફાયદાઓ તથા અન્ય વીજ વિક્ષેપને અટકાવવા ગ્રાહકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ ગ્રાહકો વીજ વપરાશની વિગતો મોબાઇલમાં જોઈ શકે જેનાથી વીજ વપરાશની પેટર્ન જાણી ગ્રાહકએ મુજબ વિજળીની બચત કેવી રીતે કરી શકે તેવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વધુમાં હાલમાં કાર્યરત પીએમ સૂર્યધર યોજના અંતર્ગત ઘર ઉપર સોલર પ્લાન્ટ લગાવીને વીજ બિલમા રાહત મેળવવવા જેવા વિવિધ ગ્રાહક લક્ષી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ઉક્ત બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સહમંત્રીશ્રી, મહામંત્રીશ્રી, કોર્પોરેટર, નગરપાલિકા સભ્યશ્રી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અને આગેવાનો હાજર રહી વીજ વપરાશ અંગેના મુદ્દાઓની હિતકારક ચર્ચા કરી હતી.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
