તાપી જીલ્લામાં મોડેલ સોલાર વિલેજ યોજનાને વિકસાવવા માટે બેઠક બોલાવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.03. તાપી જીલ્લા કલેકટર સભા ખંડ ખાતે કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને “મોડેલ સોલાર વિલેજ” બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દ.ગુ.વિ.કં.લિના કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી.ગોહિલ, ડી.એલ.સી કમિટીના સભ્યો વતી ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિ.ના સીનીયર ઈજનેર બ્રિજેશભાઈ એન.ખુંટ, લીડ બેંક મેનેજર રસિકકભાઈ જેઠવા, વિવિધ સરકારી વિભાગના જીલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, સરપંચશ્રી અને તલાટીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ આગામી તારીખ ૦૧.૦૪.૨૦૨૫ થી ૩૦.૦૯.૨૦૨૫ દરમ્યાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ રહેલ તાપી જીલ્લાના ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ૧૯ રેવન્યુ ગામોના સરપંચશ્રી અને તલાટીશ્રીઓને મીટીંગ દરમ્યાન કલેકટરશ્રીએ “મોડેલ સોલાર વિલેજ યોજના” અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ઉપર સોલાર રૂફટોપ લગાવવા સુચન કર્યું હતું. કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી. ગોહિલ દ્વારા મોડેલ સોલાર યોજના અંગે વિસ્તૃત માહિતી અને ખર્ચ અંગેની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.