“કોરોના” ની સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો યુવાન

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૮: તાપી જિલ્લાના વ્યારા તાલુકાને અડીને આવેલા સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ગામના ૨૯ વર્ષીય યુવકનો “કોરોના” રીપોર્ટ પોઝેટિવ આવતા, તેને વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલી “કોવિડ-૧૯” ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે.

તાપી જિલ્લાના સી.ડી.એમ.ઓ.શ્રી ડો.નૈતિક ચૌધરી તરફથી મળેલી વિગતો અનુસાર, કાકરાપાર ગામના રાજવડ ફળિયાના રહીશ પિયુષ નાથુભાઈ ચૌધરી, ઉ.વ.૨૯ નું સેમ્પલ ગત તા.૧૭/૫/૨૦૨૦ના રોજ વ્યારા ખાતે લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝેટિવ આવતા તેમને વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરી, તે અંગેની જાણ જિલ્લા આરોગ્ય અધિકારી, સુરતને કરવામાં આવી છે.

About The Author

2 thoughts on ““કોરોના” ની સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો યુવાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other