વ્યારા અને વાલોડ તાલુકાની આશા વર્કર બહેનોનું આશા સંમેલન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ ૨૮/૩/૨૫ ના શુક્રવાર ના રોજ ” આંબેડકર ભવન” નવા બસસ્ટેન્ડ પાછળ , વ્યારા મુકામે વ્યારા અને વાલોડ તાલુકા ની આશા વર્કર બહેનો નું “આશા સંમેલન ” રાખવામાં આવ્યું હતું જેમા બંને તાલુકા ની મળીને કુલ ૨૯૪ આશા બહેનો હાજર રહી હતી. શરૂઆત માં દિપ પ્રાગટય મહેમાનો દ્વારા કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડીના વિસ્તારમાં આવતી આશા બહેનો દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છીંડીયા વિસ્તારની આશા બહેનો દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યુ હતું. અને ત્યાર બાદ પધારેલ મહેમાનો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પ્રણય પી. પટેલ દ્વારા આશા બહેનો ને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ચિરાગ પટેલની જગ્યાએ પધારેલ ડૉ. વિમલ ચૌધરી દવારા પણ આશા બહેનોને પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. અને અંતમાં જિલ્લા આર સી.એચ. અધિકારી શ્રી ડૉ. ભાર્ગવ દવે દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નો તથા તેમના પ્રશ્નોના નિકાલ કરવા માટેની બાહેધારી આપી હતી. ત્યાર બાદ જે આશા વર્કર બહેનો એ સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેવી વ્યારા તાલુકાની આશા બહેનોને તાલુકા આરોગ્ય કચેરી વ્યારા તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા જે માં ૧. સરસ્વતીબેન દિનેશભાઇ ગામીત Phc ખાનપુર.. ૨. રિના બેન નિલેશભાઈ ગામીત Phc લખાલી ..૩. કપિલાબેન રણજીતભાઈ ગામીત..Phc માયપુર… તથા એક ને સરપ્રાઈઝ ઈનામ કે જે એને આશા ને લગતી કામગીરી ઉપરાંત એણે આગળ અભ્યાસ કરીને ANM કર્યું તે આશા સોનલબેન કે ગામીત લીમદડા Phc કાળા વ્યારા ને ઈનામ આપવામાં આવ્યું. તથા તેવી જ રીતે વાલોડ તાલુકા ની સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર માં ૧.. સુનંદાબેન કે. કોંકણી Phc દેગામાં….૨. નિશાબેન ઈન્દ્રજીત ચૌધરી Phc ગોડધા…૩. વર્ષાબેન શેલેષભાઈ ચૌધરી Phc કલમકુઇ ની આશા બહેનો ને તાલુકા આરોગ્ય કચેરી વાલોડ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તથા આગળના કાર્યક્રમમાં Phc માયપુરના વિસ્તારની આશા બહેનો એ વેક્સીનેશનના વિષય વિષે નો સુંદર ગરબો રજુ કર્યો હતો. ત્યાર બાદ આદિવાસી નૃત્ય phc કલમકુઇ, Phc ખાનપુર તથા Phc બાલપુર વિભાગની આશાઓએ અલગ અલગ આદિવાસી નૃત્ય કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ તમામ આશાઓને આ તમામ પ્રવૃત્તિ વિષે માર્ગદર્શન આપનાર એવા THV વિજયાબેન ચૌધરી તથા તેમના જેવા જ THV વાલોડ ના બહેને ખુબજ મહેનત કરી હતી. આ તમામ કૃતિઓને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા રોકડ માં પ્રોત્સાહન રકમ આપવામાં આવી હતી. તથા જેટલી કૃતિઓ એ લાભ લીધો હતો તે તમામ કૃતિઓને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વ્યારા ડૉ. પ્રણય પટેલ તરફથી બધાને રૂપિયા ૫૦૦ લેખે આપવામાં આવ્યા હતા. તથા આ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય કચેરી વ્યારા ના TFA શ્રી મનીષભાઈ, M&D શ્રી સુનિલભાઈ, તથા લેપ્રેસી સુપરવાઈઝર શ્રી મેહુલભાઈ હાજર રહ્યા હતા. અંતે આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા એન્કરિંગ તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યુ હતું. અને બધાએ સાથે ભોજન લઈ કાર્યક્રમ ને પુરો કરવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.