અન્ય સ્ત્રી સાથે પ્રેમમાં અંધ બનેલ પતિની આંખ ખોલવા 181 હેલ્પલાઇનની મદદ લેવાઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત શહેરના ડીડોલી વિસ્તારમાંથી એક પીડીત બહેને 181 હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી પતિને સમજાવવા મદદ કરો.
ડીડોલી વિસ્તારમાંથી પીડિત મહિલાએ 181 ની ટીમને ફોન કરીને જણાવેલ કે તેમના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. જે અંગે પત્નીને જાણ થતા પત્નીએ પતિને કહેવા જતા તેની સાથે મારઝૂડ કરતા હોય, પરિણિતાનું લગ્ન જીવન તૂટવાને આરે હોય જેથી પરિણીતાએ 181 પાસે મદદ માંગી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉમરા ટીમ સ્થળ પર પહોંચી પરીણીતા અને પતિને મળી કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું.
મળતી માહિતી મુજબ પરિણિતા જણાવે છે કે તેઓએ તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ છે. લગ્નના છ વર્ષ થયેલ છે. સંતાનમાં બે દિકરી છે અને હાલ બે માસની પ્રેગનન્સી છે તેમના લગ્ન જીવન દરમિયાન તેમના પતિ મગદલાગામમાં કામ કરતા ત્યાં એક મહિલા સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેથી પીડિત બહેનને દરરોજના નાની નાની બાબતે ઝગડો કરતા તેમજ ઘરમાં ગુજરાન ચલાવવા માટે પૈસા આપતા ન હતા. અને મહિલા સાથે ફોન પર તથા મેસેજ પર વાતો કરતા રહે છે. રાત્રે મોડેથી ઘરે આવે છે. આજ રોજ પીડતાના પતીને તેમજ અન્ય સ્ત્રી બન્ને જણાને સાથે પકડી પાડતા જે અંગે પીડિત મહિલા તેમના પતિને અને અન્ય સ્ત્રી ને સમજાવા જતા ઝઘડો કરી અપશબ્દ બોલી ગાળા-ગાળી કરી જેથી પરિણીતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગતા ઉમરા અભયમ ટીમ દ્વારા પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી નું કાઉન્સિલિંગ કરીને સમજાવેલ અને બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે. જે બાબતે સમજાવી અને કાયદાકીય સમજ આપતા પીડિતાના પતિ તેમજ અન્ય સ્ત્રીએ પોતાની ભૂલ સ્વીકારી તેઓ પોત પોતાના ઘર સંસારમાં ધ્યાન આપશે અને એક બીજાના સંપર્કમાં રહેશે નહીં તેની લેખિત બાહેધરી આપી તેમજ પતિ ઘર ચલાવવા રૂપિયા આપશે અને બાળકો સાથે સારી રીતે ગુજરાન ચલાવશે જેની બાંહેધરી આપતા સ્થળ પર બંને પક્ષનું સમાધાન કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.