વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૭. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૫નાં રોજ વ્યારા તાલુકાના અધ્યાપન મંદિર બોરખડી ખાતે યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ ,વિકસીત ભારત@૨૦૪૭ અને વન નેશન, વન ઇલેકશન : વિકસીત ભારત માટે માર્ગ મોકળો વિષય પર પાંચ મિનીટમાં પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. કુલ દસ સ્પર્ધકોને નંબર આપવામાં આવ્યા હતા.જેમાંથી પ્રથમ ક્રમે ગામીત મેહુલકુમાર, બિજા ક્રમે માહ્યાવંશી પ્રેક્ષા કમલેશભાઇ અને ત્રિજા ક્રમે પાંડે કુશલકુમાર આર વિજેતા બન્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો માંથી પ્રથમ વિજેતા સ્પર્ધક રૂ.૨૧૦૦૦/-, દ્રિતીયને રૂ.૧૫૦૦૦/- તેમજ તૃતીયને રૂ.૧૦૦૦૦/- તેમજ અન્ય સાત સ્પર્ધકો રૂ.૫૦૦૦/- રૂપિયા પ્રોત્સાહક રોકડ પુરસ્કારના હક્કદાર બન્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા યુવાવિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીતે વિજેતા ઉમેદવારો અને સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.