તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો*

૮ જેટલા પ્રશ્નોનો હકારાત્મક અભિગમથી નિકાલ કરાયો*
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭. તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વાગત કાર્યક્રમમાં ૧૧ અરજદારોના પ્રશ્નો પૈકી ૮ ના પ્રશ્નો મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલ લવાયો હતો. અરજીઓમાં મુખ્યત્વે જમીન માપણીના, નદી પરના પુલની સફાઈના, પેન્શનના, જમીન સંપાદનને લગતા કેસોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેલી ૩ અરજી પૈકી ૧ અરજી પેન્ડીંગ તેમજ અન્ય ૨ અરજીઓને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અઘ્યક્ષસ્થાને થી હુકમ કરવામાં આવેલ છે. સ્વાગત કાર્યક્રમમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બાગુલિયા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસ અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.