કલમકુઈ ગામ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ મૌકુફ રાખતું વહિવટી તંત્ર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ નહિ નોંધાતા કલમકુઈ ગામને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ અમલમાં રહેશે નહી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૭: વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્ અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામનાં નીચે જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા ઘામોદલા ગામના નીચે જણાવેલ વિસ્તારને બફર એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ છે.

(૧) COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર)

ગામનું નામ કલમકુઇ, તા.વાલોડ, જિ.તાપી
કુલ વસ્તી ૨૪૨૪
કુલ કુટુંબ ૫૩૩
કુલ ફળિયા ૦૮

ફળિયાનું નામ કુટુંબની સંખ્યા કુલ વસ્તી
દવાખાના પાછળ ફળિયુ ૪૬ ૨૧૦
નિશાળ ફળિયુ ૫૧ ૨૩૦
ગામીત ફળિયુ ૪૫ ૧૯૮
દાદરી ફળિયુ ૯૧ ૪૬૮
નવી વસાહત ૪૦ ૧૬૫
હરીજન વાસ ૨૫ ૧૧૪
આંબા ૧૩૫ ૬૨૩
વડી ફળિયુ ૧૦૦ ૪૧૬

(૨) બફર એરીયા:-

મોજે. કલમકુઇ, તા.વાલોડ, જિ.તાપીના ૭ કિ.મી. ત્રિજ્યામાં આવેલ મોજે. ઘામોદલા, તા.વાલોડ, જિ.તાપીનાં ગાંઘી ફળિયાનો વિસ્તાર.

ઉકત વિસ્તારમાં મળી આવેલ ૧ (એક) કોરોના પોઝીટીવ વ્યકિતની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે, તથા છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ મળી આવેલ નથી.

જેથી આર.જે.હાલાણી, (આઈ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ જાહેર કરાયેલા એક જાહેરનામા અનુસાર, તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામનાં ઉકત જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર), તથા ઘામોદલા ગામના ઉકત જણાવેલ વિસ્તારને બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ તા.૧૬/૦૫/૨૦૨૦થી અમલમાં રહેશે નહીં.

ઉપરાંત વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other