તાપી જીલ્લાનું ગૌરવ : રાજયકક્ષા કલા મહાકુંભ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭. ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે રાજયકક્ષા કલા મહાકુંભનું આયોજન તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨૫ દરમ્યાન કરેલ હતું. આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષની વયજુથમાં ઓર્ગન કૃતિમાં ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગામીત યશકુમાર અમિતભાઇ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. ઉપરાંત ૧૫ થી ૨૦ વર્ષની વયજુથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેમજ ૨૧ થી ૫૯ વર્ષની વયજુથમાં રાસ અને ગરબા કૃતિમાં કસ્તુરબા અદ્યાપન મંદિર બોરખડીની વિદ્યાર્થીનીઓની ટીમ અનુક્રમે તૃતીય અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. લોકગીત/ભજન ની વ્યક્તિગત કૃતિમાં પ્રજ્ઞાબેન સંદિપભાઇ પટેલ તૃતીય ક્રમે વિજેતા થયેલ છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી વતી ઉપરોક્ત તમામ વિજેતા તેમજ તાપી જિલ્લામાંથી રાજયકક્ષાએ ભાગ લેનાર કલાકારોને અભિનંદન પાઠવવામાં આવે છે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન આર.ગામીત ની અખબારી યાદીમાં જણાવેલ છે.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.