NDRF તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા આગામી ૨૯ માર્ચ સુધી ન્યુક્લિયર ઇમરજન્સી સમયે સમયે શુ કરવુ જોઇએ તે અંગે જનજાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાયું

વ્યારા તાલુકાના જ્ઞાનદિપ હાઇસ્કુલ ઉચામાળા ખાતેથી જનજાગૃતિ કાર્યક્રમનો શુભારંભ
વિવિધ કુદરતી આપત્તિઓ દરમ્યાન પોતાનો અને અન્ય વ્યકિતઓના જીવ બચાવવા શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે બાળકો અને ગ્રામજનોને જાગૃત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવેલ ૦૬ બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસોંપન્સ ફોર્સ (NDRF) વડોદરા અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી દ્વારા કલેકટરશ્રી ડૉ.વિપિન ગર્ગ ઓના માર્ગદર્શન હેઠળ કાકરાપાર અણુમથક નજીક આવેલ તાપી જિલ્લાના ગામડાઓની શાળાઓમાં ન્યુક્લિયર ઇમરજન્સી અંગે જનજાકૃતિ કાર્યકર્મોનુ આયોજન કરવામાં આવેલ છે.
કાર્યકમમાં ગ્રામ્ય કક્ષાના વિસ્તારોમાં પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન પોતાનો જીવ અને અન્ય વ્યકિતઓના જીવ બચાવવા શુ કરવુ અને શુ ન કરવુ ? કઇ રીતે આપત્તિ દરમિયાન એકબીજાને મદદરૂપ થઇ શકાય તથા સાવચેતીના પગલાં કઇ રીતે લેવા તે વિશે ડેમોસ્ટ્રેશન સાથે સમજણ આપવા અને વિપુલ પ્રમાણમાં જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન તાપી જિલ્લામાં તા. ૨૬/૦૩/૨૦૨૫ થી ૨૯/૦૩/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે આજે તા. ૨૬ માર્ચ ૨૦૨૫ ના રોજ કાર્યક્રમની શરૂઆત જ્ઞાનદિપ હાઇસ્કુલ ઉચામાળા. તા વ્યારા ખાતેથી કરવામાં આવી હતી.NDRF ટીમના ઇન્સપેકટર દ્વારા શાળાના બાળકોને આપત્તિઓ વિશે સમજ આપી કે કોઇ પણ કુદરતી અથવા માનવ સર્જિત તેમજ ન્યુક્લિયર આપત્તિના સમયે આપણે સ્વયં પોતાની અને અન્ય લોકો તથા સમાજને કઇ રીતે બચાવી શકાય તે અંગે ડેમોસ્ટ્રેશન સાથે માહિતી આપી જાગૃત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કરન ગામીત, તાલુકા પંચાયતના સભ્ય, શિક્ષણ વિભાગના મદદનીશ શિક્ષણ ઇન્સ્પેકટર, માજી સંરપચ, ગ્રામ પંચાયત વહીવટદાર, તલાટી, આચાર્યશ્રી તેમજ શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.