વ્યારા ખાતે કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને ડીએલસીસીની બેઠક મળી

કલેકટરશ્રીએ તમામ તાલુકાઓમાં નાણાંકીય સાક્ષરતા માટે પૂરતો પ્રયાસ કરવા બેંકોને અનુરોધ કર્યો
..
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૫, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી વિપિન ગર્ગના અઘ્યક્ષસ્થાને ડીએલસીસી, ડીએલઆરસી અને આરસેટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે બેંકો દ્વારા મેળવવામાં આવેલી નાણાકીય ઉપલબ્ધિઓ, લક્ષ્યો અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ ક્ષેત્રના પ્રચાર પ્રસાર માટે જરૂરી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ લીટરસી અને ફાઇનાન્શિયલ અવરનેસ ની આપણા આંતરિયાળ તાલુકાઓમાં જરૂરિયાત છે. ઓનલાઈન ફ્રોડ થાય છે તેનો અર્થ એવો નથી કે ઓનલાઈન વ્યવહારો ન કરવા પરંતુ લોકોને આ વિષે માહિતગાર કરવા જોઈએ તેમજ વ્યવહારોની પદ્ધતિ સુદ્રઢ અને સુગમ બનાવવી જોઈએ. તમામ બેન્કર્સને સૂચન કર્યું હતું કે આપણા જિલ્લામાં ડિજિટલ મોડલ વિલેજ વિકસાવો જેમાં પંચાયતના વેરા, દંડ, વસૂલાત temaj any નાણાંકીય વ્યવહારો કેશલેસ થાય, ખેડૂતો બેંકોના મહતમ લાભ લે અને પોતાની આવકમાં વધારો કરે.
ચાલુ વર્ષે ગત વર્ષ કરતા લોન ક્રેડિટ પ્લાનમાં 529 કરોડનો નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. જેમાંથી ખેતી માટે 1111, નાના ઉધોગોમાં 250, હાઉસિંગ લોન 53 અને બીજા સેક્ટર માટે ₹34 કરોડની લોનનો લક્ષ્યાંક હાંસિલ કરવામાં આવ્યો છે. કલેકટરશ્રી ડૉ.વિપિન ગર્ગ ના વરદ હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન 2025-26 પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા ₹1448 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે.
જિલ્લાની 23 બેન્કોની કુલ 88 શાખાઓ દ્વારા ક્રેડિટ પ્લાન અંતર્ગત મુખ્યત્વે પ્રાથમિક ક્ષેત્રો જેવા કે ખેતી માટે ₹ 1111 કરોડ, નાના ઉદ્યોગો માટે ₹ 250 કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ.53 કરોડ, તથા અન્ય પાયાના ક્ષેત્ર માટે રૂ.34 કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આપણા જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેન્કોને રૂ. 1447 કરોડનો કુલ લક્ષ્યાંક આપવામાં આપ્યો છે. જેમા બેન્ક ઓફ બરોડાને રૂ.273 કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ. 78 કરોડ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.657 કરોડ તેમજ તમામ ખાનગી બેન્કોને રૂ.294 કરોડનો લક્ષ્યાંક ફાળવાયો છે. તાલુકા મુજબ જોઈએ તો ડોલવણ તાલુકાને રૂ 66 કરોડ, વાલોડ તાલુકાને રૂ. 299 કરોડ, સોનગઢ તાલુકાને રૂ.204 કરોડ, વ્યારા તાલુકાને રૂ.452 કરોડ, ઉચ્છલ તાલુકાને 36 કરોડ તેમજ જિલ્લાના એસ્પિરેશનલ તાલુકા નિઝરને રૂ. 223 કરોડ, કુકરમુંડા તાલુકાને રૂ. 167 કરોડ નો લક્ષ્યાંક અપાયો છે.
બેઠકમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા , બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજનલ મેનેજર શ્રી મયુર ઈદનાની, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિનલ હેડ શ્રી સંજય ચૌહાણ, રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રીનીતિન ડોલરા, બેન્ક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી રસિક જેઠવા, નાબાર્ડના ડીડીએમ શ્રીઉત્કર્ષ દેશમુખ, આર-સેટી ડાઇરેક્ટર કિરણ સાતપુતે, ડીએલએમ પંકજ પાટીદાર, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા તમામ બેન્કના જિલ્લા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે તાપી જિલ્લાનો લોન ક્રેડિટ પ્લાન 919 કરોડ મંજુર કરાયો હતો. જે ગત વર્ષ કરતા આ વખતે 529 કરોડ વધુ છે એમ લીડ બેંક મેનેજર શ્રીજેઠવાએ જણાવેલ હતું.
0000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.