વ્યારાની સાયન્સ સ્કૂલમાં સ્કોલરશીપ ટેસ્ટ લેવાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯/૦૩/૨૦૨૫ને શનિવારે સવારે ૧૦ કલાકે વ્યારાની સાયન્સ સ્કૂલમાં સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપી હોય અને ધો.૧૧ સાયન્સ / આર્ટસમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક કોઈપણ શાળાના SC/ST/OBC/General બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ ટેસ્ટ આપી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના રહેલ ટેલેન્ટના આધારે આ ટેસ્ટમાં ૧ થી ૩૦ સુધીમાં ક્રમાંક મેળવી આ સ્કોલરશીપ ટેસ્ટનો લાભ લઈ શકે છે. ટેસ્ટમાં ૧ થી ૧૦મો ક્રમાંક મેળવનારને ૧૦૦% શિક્ષણ ફી માફી, ૧૧ થી ૨૦મો ક્રમાંક મેળવનારને ૫૦% અને ૨૧ થી ૩૦મો ક્રમાંક મેળવનારને ૨૫% શિક્ષણ ફીમાં માફી આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગણિતનાં ૩૫ માકર્સ + વિજ્ઞાનનાં ૩૫ માકર્સ + અંગ્રેજીનાં ૩૦ માકર્સ એમ કુલ ૧૦૦ માર્કસના MCQ પ્રકારના પ્રશ્નોની આ ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને મીડીયમનાં વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપી શકશે. વધુ માહિતી માટે કે, નામ નોંધાવવા માટે માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, રીધમ હોસ્પીટલની પાછળ, વ્યારા ખાતે રૂબરૂ આવી કે ઓનલાઈન ફોર્મ ગુગલ ફોર્મમાં  https://forms.gle/RV20Bw4KnUwf7Uh27 પર માહિતી ભરી રજીસ્ટ્રેશન કરી શકો છો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *