વ્યારા જનરલ હોસ્પિટલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરી જનજાગૃતિનો સંદેશ આપ્યો

‘ટીબી મુક્ત ભારત, જન આંદોલન’ ૨૪ મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ: થીમ ” Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver !
—
જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી રેલી જુના બસ સ્ટેન્ડ, નગરપાલિકા થઈ જનરલ હોસ્પિટલ ખાતે પૂર્ણ કરવામાં આવી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “૨૪ મી માર્ચ, ના રોજ વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણી આજરોજ વ્યારા ખાતે કરવામાં આવી હતી. જેમાં આ વર્ષની થીમ ” Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા” પર ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ‘ટીબી મુક્ત ભારત, જન આંદોલન “જન જાગૃતિ રેલીને રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ક્ષય આરોગ્ય અધિકારી શ્રી રાજુ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ૨૪ મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓએ જનજાગૃત વિશે માહિતી આપી અને જનજાગૃતિની રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય વિભાગને અભિનંદન પઠવાતા તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લાની ૫૩ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે તેમજ જિલ્લા કક્ષાના આ પ્રોગ્રામમાં રેલી કાઢી જિલ્લા ક્ષય નિવારણ કેન્ર્દના સભ્યોએ સહભાગીતા નોંધાવીને જિલ્લા કક્ષાની રેલીનુ આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
વ્યારા જનરલ હોસ્પીટલના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી રેલી જુના બસ સ્ટેન્ડ, નગરપાલિકા થઈ જનરલ હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મીઓ, નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.