જળાશયમાં પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્ય ઉછેર વિષય પર તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા “જળાશયમાં પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્ય ઉછેર” વિષય પર તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ જૂની બાવલી ગામ તા. સોનગઢ ખાતે યોજવામાં આવેલ હતી. સદર કાર્યક્રમમાં શ્રી સોનગઢ તાલુકા મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લી. ના મંત્રી શ્રી પ્રતાપભાઈ વસાવા અને હેડ, સીઓઈ ઉકાઈના ડો. સ્મિત લેન્ડે હજાર રહેલ હતા. સદર તાલીમમાં ડો. સ્મિત લેન્ડે હેડ, સીઓઈ ઉકાઈ, શ્રી સંજય વાળા, સિનિયર રિસર્ચ ફેલો, કુ. રિતિકાબેન ટંડેલ તાલીમ સહાયક દ્વારા વૈજ્ઞાનિક ડભે જળાશયમાં પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્ય ઉછેર બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર તાલીમમાં મંડળીના સભાસદો બહુડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
