NCDC અને COE ઉકાઈના સયુક્ત ઉપક્રમે એકદિવસીય ચિંતન શિબિરનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના “પ્રાથમિક મત્સ્યઉદ્યોગ સહકારી મંડળી (PFCS)નું મજબૂતીકરણ ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગોનાઈઝેશન (FFPO) તરીકે પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના (PMMSY)ના કેન્દ્રીય ક્ષેત્રાના ઘટક હેઠળ” અત્રેના વિસ્તારમાં માછીમારી મંડળીઓના સભ્ય માટે એક દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવેલ સદર શિબિરમાં નેશનલ કો-ઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અનુગ્રહ કેરકોટા, NCDC ગાંધીનગરના આસિસ્ટન્ટ ડાઇરેકટર વિકાસ કુમાર અને વિશાલ તરસડિયા મેનેજરશ્રી GFCC ગાંધીનગર તેમજ કામધેનુ યુનિવર્સિટી COE ઉકાઈના હેડ ડો. સ્મિત લેન્ડેની ઉપસ્થિતિ સાથે આ વિસ્તારના પાંચ મત્સ્યઉદ્યોગ મંડળીના સભ્યો સાથે કુલ ૧૦૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત મત્સ્ય સહાયકીય યોજનાઓ બાબત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other