ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક રવિવારે સોમનાથ ખાતે યોજાશે

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૩ માર્ચ, રવિવારનાં રોજ ઉમા અતિથિગૃહ, કડવા પટેલ સમાજવાડી, સોમનાથ મુકામે યોજાશે. રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ સંકલન સભામાં રાજયનાં તમામ જિલ્લા સંધોનાં પ્રમુખ, મહામંત્રી તેમજ રાજ્યસંઘનાં હોદેદારો ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લામાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.
સંકલન સભા પૂર્વે રાજ્ય સંઘ દ્વારા સોમનાથ મહાદેવને સવારે ધ્વજા ચઢાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. સદર સંકલન બેઠકમાં સને ૨૦૦૫ પહેલાનાં શિક્ષકોનાં OPS નાં વિગતવાર પત્ર બાબત, સને ૨૦૦૫ પછીનાં શિક્ષકોને OPS લાગુ કરાવવા બાબત, સને ૨૦૨૩-૨૪ માં બદલી પામેલ શિક્ષકોને ૧૦૦ ટકા છૂટા કરવા બાબત, વિદ્યાસહાયક ભરતી થયા બાદ તમામ ખાલી જગ્યા ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા બાબત, બદલીનાં નિયમોમાં સુધારા સૂચવવા બાબત જેવાં એજન્ડાની ચર્ચા હાથ ધરવામાં આવશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.