સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર માટે અરજી કરવાની તારીખો જાહેર કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, તાપીની એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે જે મુજબ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ ઉપરાંત સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરવા માટેની અરજી મંગાવવામાં આવે છે. રસ ધરાવતા મહિલા ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી જરુરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફફકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા. ૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન અરજી કરવા જણાવવામાં આવે છે.
૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.