કામધેનુ યુનિવર્સિટીના ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી નમસ્તુભ્યમ અભિયાનનુ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે શુભારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સૂર્યપુત્રી તાપીનું માહાત્મ્ય જાળવી રાખવા અને તાપીથી લુપ્ત થનાર માછલીઓના પ્રજાતિઓને “તાપી નમસ્તુભ્યમ્” કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે તાપી નદીની સ્વચ્છતા, માછલીઓનું બીજ સંચયન અને તાપી નદી માટેનું અભ્યાસ કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્વાકલચર કામઘેનુ યુનિવર્સિટી ઉકાઇના અધિકારીઓ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના સભ્યો આજરોજ TRC ગાર્ડન ઉકાઇ ડેમના નીચેના ભાગમાં પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી(હિંદુ ધર્મ આચાર્ય સભા અખિલ ભારતીય મહામંત્રી) નાં વરદ્ હસ્તે સૂર્યપુત્રી તાપી પૂજન અર્ચન સમારોહ આયોજિત કરવામાં આવેલ હતું. જેમાં માયા ભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
