મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કેક કાપી શિક્ષિકાઓનો ઉત્સાહ વધાર્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા તાલુકાનાં વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ઢોડીયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદ્દઘાટન સમારોહમાં નારીશક્તિને સન્માનવાનાં શુભ હેતુસર મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કેક કાપી શિક્ષિકા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે શિક્ષિકાઓની બહુવિધ શક્તિઓને બિરદાવી વર્તમાન પડકારો ઝીલી શૈક્ષણિક ક્રાંતિ આણવા આહવાન કર્યુ હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other