ઓ.એન.જી.સી.નાં અનુદાનથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કોસમડી કન્યાશાળાને શૈક્ષણિક કીટ તથા ભૌતિક સુવિધાઓ અર્પણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીનાં ભાગરૂપે ઓ.એન.જી.સી. અંકલેશ્વરનાં આર્થિક સહયોગથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત કોસમડી ગામની કન્યા શાળામાં અભ્યાસ કરતી 190 જેટલી વિદ્યાર્થીનીઓને ગણવેશ, બૂટ મોજા, સ્કૂલબેગ જેવી શૈક્ષણિક કીટ તથા શાળાઓમાં ભૌતિક સુવિધાઓનાં ભાગરૂપે ગ્રીન બોર્ડ, કબાટ, આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કુલરની સુવિધાઓની અર્પણવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જી.જી.એમ.એસેટ સપોર્ટ મેનેજર હર્ષેન્દ્ર સ્વરૂપ, સી.જી.એમ. પ્રોડક્શન સરફેસ એમ.જી.મહેતા, એચઆર એક્ઝિક્યુટિવ સીએસઆર નિતેશ પાટીલ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ સુનીલ નેવે, સેક્રેટરી વલ્કેશ પટેલ, પ્રોજેક્ટ ચેર મનીષ શ્રોફ, સરપંચ અજીત વસાવા, પાસ્ટ પ્રેસિડન્ટ મીરાબેન પંજવાણી સહિત રોટરી ક્લબનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલે સંભાળ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.