ભૂલી પડેલી કિશોરીને સુરક્ષિત ઘરે પહોંચાડતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી અને ડાંગ

Contact News Publisher

ઘર કાંકાસથી કંટાળી સગાસંબંધી ના ઘરે જવા નીકળેલ ડાંગ જિલ્લાની કિશોરી તાપી જિલ્લામાં ભુલી પડી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૧. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે એક કિશોરી સગા સંબંધીના ઘરે જતા ભૂલી પડી છે જે એકલી હોવાથી મદદની જરૂર છે. તાપી 181 અભયમ ટીમને આટલી માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કિશોરી ને મળી નામ,સરનામું અને હકીકત જાણી હતી.

કાઉન્સલીંગ દરમિયાન કિશોરી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના છેવાડાના ગામમાં હોવાનું માલુમ પડયું હતુ. કિશોરીએ જણાવ્યું હતું કે તેના બાળપણમા જ પિતાનું અવસાન થયું હોવાથી માતાએ બીજા લગ્ન કર્યા હતા. નાનપણથી કિશોરી દાદા દાદી સાથે રહેતી હતી. હવે માતાએ બીજા લગ્ન કર્યા છે ત્યાં રહે છે. માતા પિતા બંને ખેતમજૂરી કરે છે અને બંનેને રોજ કેફીદ્રાવ્યો નું સેવન કરવાનું વ્યસન છે જેથી રોજ નસો કરી આવી ઘરમાં અપ શબ્દ બોલવા તેમજ દરરોજ ઘર કંકાસ કરતા હોવાથી કંટાળી તેમના સગા સંબંધી વ્યારામાં રહેતા હોય જ્યાં થોડા દિવસ રહેવા માટે વ્યારા પહોચી હતી. પરંતુ ત્યાં તેમના સગા ન મળતા તેમની શોધ ખોળમાં કિશોરી ભુલી પડી હતી.

આમ, તમામ હકીકત જાણી કિશોરીને તેમના માતાપિતાને 181 ટીમ સમજાવશે અને ઘર સુધી પહોંચાડશે જે વિશે માહિતી આપી કાઉન્સેલિંગ કરી કોઈપણ સમયે મુશ્કેલી જણાય તો 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.તેમજ સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી હતી. અને ગામનું નામ સરનામું મેળવી ગામના આગેવાનનો સંપર્ક કરી કિશોરી કયા ગામના રહેવાસી છે તેની ખરાઈ કરી ડાંગ 181 અભયમ ટીમ અને તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના સંકલનથી કિશોરી ને સુરક્ષિત ઘરે પરિવાર પાસે પહોંચાડી હતી. જેથી પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *