માઁ શિવદૂતી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ નર્મદા શ્રમ અને સેવા શિબિરમાં ભાગ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, નર્મદા જિલ્લા દ્વારા સંચાલિત તા.૨૩/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન રાજયકક્ષાની “નર્મદા શ્રમ અને સેવા શિબિર ૨૦૨૪-૨૫” યોજાયો હતો. જેમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારાનાં વિદ્યાર્થીઓ વરૂણસિંહ રાજપૂત, ચાસીયા પ્રિન્સ, ગામીત આર્યન, ગામીત જયદિપ, ગામીત તન્વીકા, વળવી જાહન્વી, ગામીત હન્ના,ગામીત સમીક્ષા, ચૌધરી રોશની, ચૌધરી પ્રિતિ, ચૌધરી પ્રતિક્ષા, પટેલ મેધા વિગેરેએ ભાગ લીધો હતો. શિબિર દરમ્યાન શ્રમ કાર્યમાં નર્મદા કાંઠા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી સરદાર સરોવરની મુલાકાત લીધી હતી. તથા કુબેર ભંડારી મંદિર, પોઈચા સ્વામીનારાયણ મંદિર દર્શન અને પ્રદર્શન તેમજ નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા કરાવવામાં આવી હતી. શિબિર દરમ્યાન દરરોજ રાત્રે વિદ્યાર્થીઓ પાસે સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવવામાં આવ્યા હતા.
શિબિરના અંતે વિદ્યાર્થીઓને નર્મદા શ્રમ શિબિરમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.શિબિરમાં ઇન્સ્ટ્રકટર તરીકે શ્રીનરેન્દ્રસિંહ દેવડા અને શ્રીઅધિક દિગ્વીજયસિંહ વાજાએ સેવા આપી હતી.આ શિબિરનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપભાઈ દેસાઈએ કર્યું હતું. માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા ચેરમેનશ્રી અજયસિંહ રાજપુતે વિદ્યાર્થીઓને સફળતા પૂર્વક નર્મદા શ્રમ શિબિરમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.