રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર હરીપુરા વ્યારા ખાતે કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે તાપી જિલ્લાના સૌ શિક્ષકો અને બાળવિજ્ઞાનિકોને તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર કેતન શાહ તથા સ્ટાફ દ્વારા સૌને શુભકામના પાઠવવામા આવ હતી અને જીવનમા વિજ્ઞાનનુ ઘણુ મહત્વ છે, ડગલે ને પગલે તમામ ક્રાંતિની પાછળ વિજ્ઞાન રહ્યુ છે વિજ્ઞાન દ્વારા જ દેશની પ્રગતિ શક્ય છે અને લોકોનુ જિવન સરળ સારુ અને ઉજ્જવળ બને છે. વિજ્ઞાનની હાલની સંશોધનમા AI એટલે ક્રુત્રિમ જ્ઞાન જેના દ્રારા તમામ ડેટા ફીટ કરી કોઇપણ સાધન બનાવી શકાય તે આપણને ખુબ ઉપયોગી નિવડે છે. જેનો સદઉપયોગ તબીબી, શિક્ષણ, અવકાશ, ખેતી અને જીવન જીવવાના અન્ય ક્ષેત્રોમા આપણને ફળદાયી રહ્યા છે.
આજરોજ ધો – ૯/૧૦ ની વિદ્યાર્થીઓને તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર વ્યારા ખાતે બે કલાક ડ્રોન અને રોબોટ બનાવી તેમા રહેલા સેન્સર કેવી રીતે કામ કરે તેની જાણકારી પ્રયોગ – સાધન થકી જિલ્લા વિજ્ઞાન કેંદ્રના ડાયરેક્ટર કેતન શાહ દ્રારા તાલિમ આપવામા આવી.
આજે ૬૦ દિકરીઓને સંકલ્પ લેવડાવી વિજ્ઞાનના સંશોધનમા રસ લઇ વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નો સાકાર થઇ શકે છે. વિજ્ઞાન માત્ર પ્રયોગ આધારિત છે જે સમજણ હમોએ કેળવી લીધી છે. જિલ્લા વિજ્ઞાન પ્રચારક પ્રકાશ ચૌધરી, રણજીત ગામીત, નિપુણા ચૌધરી અને ડાયરેક્ટર કેતન શાહ દ્રારા જિલ્લામા શાળામા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવી વિજ્ઞાનનો જય જયકાર કરી જીવતા જીવનમા વિજ્ઞાન થકી સૌને માહિતગાર કર્યા. અંતે સૌ અલ્પાહાર કરી છુટા પડી જય વિજ્ઞાન સુત્ર સાકાર કર્યુ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
