રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા લોકસભાની મુલાકાત લઈ તેની કાર્યવાહી લાઈવ નિહાળમાં આવી

રોટરી ક્લબ તરફથી લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આપણી લોકશાહીની ધરોહર અને લોકશાહીનું મંદિર એવાં લોકસભાની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વરનાં સભ્યો તેમજ તમામ હોદ્દેદારો સાથે મળીને લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને રૂબરૂ મળી રોટરી ક્લબ અંકલેશ્વરનાં પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. અત્રે તમામ સભ્યોએ સ્પીકર ગેલેરીમાં બેસીને લોકસભાની કાર્યવાહીને લાઈવ નિહાળી હતી. આ સાથે સૌએ આખી લોકસભાની કાર્યવાહી કેવી રીતે થાય છે તેનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો હતો.
સદર કાર્યક્રમનાં આયોજક પ્રમુખ સુનિલભાઈ નેવેનાં માર્ગદર્શન હેઠળ સૌએ રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી મ્યુઝિયમ તેમજ મોગલ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમનાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે હેતલ પટેલે સેવા બજાવી હતી. આ તકે રોટરીનાં તમામ સભ્યોએ પ્રમુખનાં આ આગવા આયોજનની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.