પલસાણા તાલુકાના એક ગામમાં 181 અભયમ ટીમે પતિ પત્નીના ઝગડા નું સુખદ સમાધાન કરાવ્યું

(પ્રિયા દૂબે દ્વારા, તૂંડી-પલસાણા) : મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના એક ગામમાંથી પરિણીતા એ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યુ હતું કે તેઓના પતિ પીડિતા સાથે મારઝૂડ કરી તેઓને રાખવાની ના પડી ઘરમાંથી હાથ ચાલાકી કરી પરીણિતાને બાળકો સાથે કાઢી મુકતા પરીણિતા એ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ પાસે મદદ માંગી.
સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પરીણિત મહિલાના પતિ અવાર નવાર નાની નાની બાબતે ઝગડા કરી મારઝૂડ કરતા હતા. પીડિતા પહેલા પરિવાર સાથે સુરત સિટીના સચિન વિસ્તારમાં રહેતા હતા જ્યાં ભાડાના મકાનમાં પતિ પત્ની અને બાળકો સાથે રહેતા હતા અને બંને કામ કરતા હતા. વિસ્તાર સુરક્ષીત ના હોય અને ભાડુ વધારે હોવાથી તેમને લીધે ઘરે બાળકોને લઇ ને છેલ્લા એક માસ થી રહેવા આવી ગયા હતા જેથી પીડિતાની જોબ છૂટી ગઈ હતી જેથી નાના મોટા ઘરના ખર્ચ માટે પતિ પાસે પૈસા માંગવા પડતા હતા જેના કારણે બંને વચ્ચે ઝગડા વધી ગયા હતા. આજ રોજ ઘરમાં અનાજ કરિયાણું બધું પૂરું થઇ ગયું હોવાથી પતિ કામ કરી ઘરે આવ્યા એટલે પતિને કહ્યું તો પતિ એ મારઝૂડ કરી ઝગડા કર્યા અને બાળકો સાથે ઘરમાંથી કાઢી મુક્યા તેમજ પિયર ચાલ્યા જવા કહી ઘરમાંથી કાઢી મુક્યા. પીડિતા યુપીના હતા અહીં કોઈ પરિવારના સભ્યો ન હોવાથી અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી. બારડોલી અભયમ ટીમ સ્થળ પર જ પીડિતાની હકીકત જાણી બંને પક્ષે કાઉન્સિલિંગ કરી સમજાવેલ, હાથ ચાલાકી કરવી એ ગુનો છે. એકબીજા સાથે ઝગડા ના કરવા તેમજ ઘર ખર્ચ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ સમયસર ઘરમાં મળી રહે તેવા પ્રયત્ન કરવા જે વિશે વિસ્તૃત સમજ આપી સલાહ સૂચન કર્યું પીડિતાના પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો જેથી હવે પછી તેમની પત્ની અને બાળકો સાથે ખરાબ વર્તન નહિ કરે તેની બાહેંધરી આપી પતિ સમજી જતા પીડિતા એ સુધારવા એક મોકો આપી બંને પક્ષે સ્થળ પર જ સુખદ સમાધાન કરાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.