બોર્ડની પરીક્ષાઓનો સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પ્રારંભ

Contact News Publisher

તાપી જીલ્લામાં પ્રથમ દિવસે ધો. ૧૦ના કુલ ૭૯૧૫ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૦૨ ગેરહાજર રહ્યા

ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૪૪૯૨ વિદ્યાર્થીઓ હાજર,જ્યારે ૫૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જીલ્લામાં ધો.૧૦ માં ૯૪૭૨ તથા ધો.૧૨માં બંને પ્રવાહમાં મળીને કુલ ૫૭૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર્) : તા.૨૭. સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તા.૨૭ ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગતરોજ પ્રથમ પેપર હોવાથી શહેર તથા જિલ્લાની શાળાઓમાં વિધાર્થીઓને મોઢું મીઠું કરાવીને તેમજ ફુલ આપી ને પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે વહીવટી તંત્ર અને ખાસ કરીને શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ બાબતોમાં ઝીણવટપૂર્વક કાળજી લેવાઈ રહી છે. જિલ્લામાં કોઈપણ ગેરરીતિનો કેસ બનવા પામ્યો નથી.
આજરોજ ધો.૧૦માં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મરાઠી માધ્યમ માટે જે–તે માધ્યમની પ્રથમ ભાષાનું પેપર એટલેકે ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી વિષયનું યોજાયું હતું. ધોરણ ૧૦માં ગુજરાતી માધ્યમમાં કુલ ૭૬૯૧ વિધાર્થીઓએ ફોર્મ ભર્યું હતું જેમાંથી ૨૦૦ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી માધ્યમમાં ૩૯૫ વિદ્યાર્થીઓમાંથી ૨ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે મરાઠી માધ્યમમાં તમામ ૩૧વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આમ તાપી જીલ્લામાં પ્રથમ દિવસે ધો. ૧૦માં કુલ ૭૯૧૫ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૦૨ ગેરહાજર રહ્યા હતા.

જ્યારે ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયના (ગુજરાતી અને અગેજી માધ્યમ) મળી કુલ ૩૪૬૮ વિદ્યાર્થીઓ માંથી ૩૩૩૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૩૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહની (ભૈતિકશાસ્ત્ર વિષય)વાત કરીયે તો (ગુજરાતી અને અગ્રેજી માધ્યમ) મળી કુલ ૧૧૮૧ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૧૧૬૧ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૦ વિધર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૧૧૮૧ માથી ૪૪૯૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જ્યારે ૫૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાપી જીલ્લામાં ધો. ૧૦ માં કુલ ૧૬ કેન્દ્રોના ૩૬ બિલ્ડીંગના ૩૪૧ બ્લોક પર ૯૪૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૦૭ કેન્દ્રોના ૧૬ બીલ્ડિંગના ૧૪૯ બ્લોક પર ૪૫૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૧ કેન્દ્રમાં o૫ બિલ્ડીંગના ૬૦ બ્લોક પર ૧૧૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
0000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *