વિદ્યાગુર્જરી શાળા અને દક્ષિણાપથ વિદ્યાલયના 180 જેટલાં 10 અને 12 મા ભણતા બોર્ડના વિધ્યાર્થીઓને transparent pad અને pouch જેવા શૈક્ષિણક સાહિત્યનું વિતરણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઇનરવ્હીલ ક્લબ ઑફ વ્યારા અને દક્ષીનાપથ વિદ્યાલયનો સંયુકત કાર્યક્રમ દક્ષિણા પથ વિદ્યાલયનાં સભાગૃહ માં યોજવામાં આવ્યો જેમા દાતાશ્રીઓના સહકારથી વિધ્યાગુર્જરી શાળા અને દક્ષિણાપથ વિદ્યાલય ના 180 જેટલાં 10 અને 12 મા ભણતા બોર્ડના વિધ્યાર્થીઓને transparent pad અને pouch જેવા શૈક્ષિણક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યુ .જેમાં ક્લબ પ્રમુખ મીનાક્ષીબેન શાહ,પ્રોજેકટ ચેરમેન દિપાલીબેન શાહ, ઉપપ્રમુખ નોવાબેન રાણા, ક્લબનાં સભ્યો દીપિકાબેન,વંદનાબેન,રંજનબેન,ભાવનાબેન, મેઘલબેન,સંગીતાબેન ,પરવીન બેન, શાળાના આચાર્યશ્રી ડો.આશિષભાઈ શાહ, તથા શિક્ષક વૃંદ ઉપસ્થીત રહ્યાં હતા. કાર્યક્ર્મ ની શરૂઆત દીપ પ્રાગટય અને સ્વાગત નૃત્યથી કરવામા આવ્યુ.. પરીક્ષાની બીક દૂર થાય એવું માર્ગદર્શન શાળાના શિક્ષકોએ કર્યું. શાળા ના આચાર્યએ પોતાનાં વકતવ્યમાં ઈનરવ્હીલ ક્લબ નો આભાર વ્યકત કર્યો અંતે શાળાનાં સહશિક્ષક નિલેશભાઈ રાઠોડે આભાર વિધી કરી સંપુર્ણ કાર્યક્ર્મ નુ સૂત્ર સંચલન મેઘલ બેન વ્યાસે કર્યું છેવટે કલબ તરફથી બધાને ગરમ નાસ્તો આપવામા આવ્યો અને દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેરછા આપવામા આવી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *