ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

વિદ્યાર્થીઓને બજારનાં સ્પર્ધાત્મક વલણથી વાકેફ કરવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો કયાં મળે ? તેનો જવાબ છે આ આનંદમેળો. આ અનુસંધાને ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બાળકોનાં અભ્યાસ સાથે તેનાં બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને તેમને મનોરંજન મળે એવાં શુભ હેતુસર આ આનંદમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આનંદમેળામાં ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લઈ 21 જેટલાં વિવિધ વાનગીઓનાં સ્ટોલો ઉભા કર્યા હતાં. પ્રારંભે ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલે રિબિન કાપી આનંદમેળાને ખુલ્લો મૂક્યો હતો. સદર આનંદમેળામાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ તથા ગ્રામજનોએ અવનવી વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.