કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અગાવ 18 હપ્તા થી કુલ રૂ. 3.46 લાખ કરોડ દેશભારના કિસાન પરિવારના ખાતામાં વિતરણ કરવામાં આવેલ હતા. મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આજ રોજ ભાગલપુર બિહાર ખાતેથી રાષ્ટ્રીય કિસાન સન્માન સમારોહની ઉજવણીના પ્રસંગે દેશના ખેડૂત પરિવાર માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ ના અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યકક્ષાનો કિસાન સન્માન સમારોહ પણ યોજાયો હતો. તથા “કૃષિપ્રગતિ” કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબપોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કર્યો હતો. તેમજ રાજ્ય કક્ષાએ 30 જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે તેમજ અન્ય ૩ જિલ્લાના જિલ્લા મથકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યો હતો તેમણે પીએમ કિસાન યોજનાના 19 માં હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 22,000 કરોડથી વધુની સહાય વિતરણ કરી જે પૈકી ગુજરાત રાજ્યના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1148 કરોડ થી વધુની સહાય સિદ્ધિ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, વઘઇ, શ્રી ચંદરભાઈ એમ. ગાવીત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શ્રી બી. જે. પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી, ડાંગ, આહવા, શ્રી સંજય ભગરીયા, પ્રોજેકટ ડાયરેક્ટર, આત્મા, ડાંગ, આહવા, શ્રી પી. એફ. ચૌધરી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), આહવા, ડાંગ, શ્રી ટી. એમ. ગામીત, નાયબ બાગાયત નિયામક, આહવા (ડાંગ), ડો. અજય પટેલ, પ્રિન્સીપાલશ્રી, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નકૃયું,, વઘઇ, ડો. ગોપાલ વડોદરીયા, અસો. રીસર્ચ સાયંન્ટીસ્ટ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર,, નકૃયું,, વઘઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની સાથે સાથે ૧૫ જેટલા નિદર્શન સ્ટોલ પણ ખેડૂતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના 650 થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કે,વી.કે, વઘઇની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.