પીએમ આવાસ યોજના હેઠળ બાકી રહી ગયેલા લાભાર્થીઓને ઘર બનાવવા માટેનું સપનું સાકાર થશે

તાપી જીલ્લામાં ૫૨૬ ગામોમાં સર્વે ચાલુ કરવામાં આવ્યો છે જે પૈકી કુલ ૩૮૮૯૪ લાભાર્થીની નોંધણી પૂર્ણ કરવામાં આવી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. કેન્દ્ર સરકારના સહયોગથી પીએમ આવાસ યોજનામાં જે લોકો પોતાના પાકા ઘર બનાવવાના લાભથી વંચિત રહી ગયા હોય તેમને રાજ્ય સરકાર પાક્કું મકાન મેળવવાની તક આપવામાં આવશે. જે લોકો પાસે ધર નથી, પ્લોટ છે કે કાચું મકાન છે તેવા લાભાર્થીઓ માટે પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ -૨.૦ અંતર્ગત પાક્કું મકાન બનવવા માટે સહાય આપવામાં આવશે. આપણા તાપી જીલ્લામાં કુલ ૩૮૮૯૪ લાભાર્થીઓના આવાસ માટે સર્વે કરવામાં આવ્યો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો વ્યારા તાલુકામાં ૪૯૧૩, સોનગઢમાં ૧૩૦૮૭, ઉચ્છલ તાલુકામાં ૫૬૯૭, કુકરમુંડા તાલુકામાં ૪૫૫૮, નિઝર તાલુકામાં ૪૧૩૬, ડોલવણ તાલુકામાં ૩૩૫૮, વાલોડ તાલુકામાં ૩૧૪૫ જેટલા લાભાર્થીઓના આવાસ માટે સર્વે થઈ ચુક્યા છે. તમામ તાલુકાઓમાં કુલ ૫૨૬ ગામોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં કુલ ૩૮૮૯૪ લાભાર્થીઓનો આજ સુધી સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે શરુ હોવાથી હજુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ૨૦૨૮ સુધીમાં સૌને પોતાનું પાક્કું ઘરનું ઘર મળશે તેવા આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બગુલીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી ખ્યાતી પટેલની દેખરેખમાં પીએમ આવાસોના નવા સર્વે તથા બેકલોગના પૂર્ણ કરવાના આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.