ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્ષપ્લોઝીવના જથ્થા સાથે એકની ધરપકડ કરતી તાપી જીલ્લા એસ.ઓ.જી.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી પી.જી. નરવડે તરફથી એસ.ઓ.જી.ને ગેરકાયદેસર એક્ષપ્લોઝીવના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે SOG પોલીસ ઇન્સ્પેકટર કે.જી.લીંબાચીયાના જરૂરી માર્ગદર્શનના આધારે.
તા.૧૯/૦૨/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ જવાનો ડોલવણ પો.સ્ટે વિસ્તારમાં એસ.ઓ.જી. લગતી કામગીરી અર્થેની પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. શરદભાઈ સુરજીભાઈ તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચીત્તેએ ખાનગી રાહે સંયુક્ત બાતમી હકિકત આધારે જામલીયા ગામના ચાર રસ્તા નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરી રહેલ હોવાની પાકી બાતમી આધારે રેઇડ કરતા, આરોપી કિરણભાઈ નવસ્યાભાઈ રાઉત, રહે. ગોદડીયા ઉપલુ ફળિયુ તા.વઘઈ જી.ડાંગએ પોતાના ફાયદા માટે ગેરકાયદેસર રીતે એક્ષપ્લોઝીવ ઝીલેટીન જીલેટીન સ્ટીક કુલ નંગ ૩૫ નંગની કિ. રૂ.૫,૨૫૦/-ગણી (૨) ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો નંગ ૩૫ નંગ કિ.રૂ. ૪૯૦/- જેની કુલ કિ.રૂ.૫,૭૪૦/- નો મુદ્દામાલ સાથે એક્ષપ્લોઝીવ જથ્થો લાયસન્સ પરવાના વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બીન સલામત રીતે રાખી વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરતા પકડાઈ ગયેલ તથા કુવાના માલિક તથા એક્ષપ્લોઝીવનો જથ્થો આપનારાને વોન્ટેડ જાહેર કરી, તેઓના વિરૂધ્ધ બી.એન.એસ તથા એક્ષપ્લોઝીવ એકટ તથા એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એકટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની આગળની તપાસ એચ.જી. રબારી, પોલીસ ઈન્સ્પેકટર, ડોલવણ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી:-
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગ દર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઈ તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચીત્તે તથા અ.હે.કો. કમલેશભાઈ ક્રુષ્ણાભાઇ તથા અ.હે.કો. શરદભાઈ સુરજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.