ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં પુસ્તક પ્રેમ પર્વનું આયોજન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં તારીખ ૧૪/૦૨/૨૫નાં રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટી સેન્ટ્રલ લાયબ્રેરી પ્રેરિત અને શ્રી સદવિદ્યા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી લાયબ્રેરી દ્વારા આયોજીત ‘પુસ્તક પ્રેમ પર્વ’ અન્વયે અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીગણ માટે શ્રી સંસ્થાનાં ગાર્ડનમાં સમૂહ વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનાં ડિરેકટર જીવરાજભાઈ પટેલ, કોલેજન્ પ્રિન્સીપાલ ડૉ. દિપક દેવરે, કોલેજનાં લાયબ્રેરીયન ડૉ. ધીરેન્દ્રસિંહ માટીએડા સહિત તમામ લાયબ્રેરી સ્ટાફે ઉપસ્થિત રહીને વાંચન કર્યુ હતું. તેમની સાથે કુલ ૫૬ અધ્યાપક મિત્રો, નોન ટીચીંગ સ્ટાફ, ટેફનીકલ સ્ટાફ, સહાયક સ્ટાફ તથા ૧૨ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતાં. સદર કાર્યક્રમ માટે જરૂરી માર્ગદર્શન સંસ્થાનાં ડિરેકટર જીવરાજભાઈ પટેલ તથા કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. દિપક દેવરેએ આપ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.