ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શિક્ષણની પ્રક્રિયામાં શાળા, વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓનું અનેરું મહત્વ હોય છે. જેમાં સર્વેની જાગૃતતાથી શિક્ષણની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્ય કૈલાશબેન વરાછીયાનાં અધ્યક્ષસ્થાને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય કૈલાશબેન વરાછીયાએ સૌ વાલીઓને આવકારી મિટીંગ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. તેમણે શાળામાં ચાલતી વિવિધ ઈતર પ્રવૃત્તિઓથી વાલીઓને વાકેફ કર્યા હતાં. સાથે જ તેમણે વાલીઓનાં પ્રશ્નો પણ સાંભળ્યા હતાં. તદ્ઉપરાંત સદર મિટીંગમાં આધારકાર્ડ, અપાર આઈ.ડી.,શિષ્યવૃત્તિ, બાહ્ય પરીક્ષાઓ, બાળકોની સ્વચ્છતા તથા નિયમિતતા, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સહિત આગામી વાર્ષિક પરીક્ષા તેમજ શાળાનાં વાર્ષિકોત્સવ બાબતે પરસ્પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.