માંગરોલની જી.એમ. પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા અને શિશુવિહારનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : : તા.૧૫. મોટામિયા માંગરોલ ખાતે આવેલ કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત જી.એમ. પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા અને શિશુવિહારનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તિલાવતે કુરઆન, પ્રાર્થના, સ્વાગતગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યા પ્રતિભાબહેન જી. વાસંદીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શાળાનાં સિનિયર શિક્ષક સલીમભાઈ આઈ. પાંડોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે વર્ષ દરમિયાન લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયેલ તથા વર્ષ દરમિયાન યોજાયેલ ઈતર પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સારો દેખાવ કરનાર બાળકોને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઈનામો માટે ટ્રસ્ટનાં ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ મેમાન તરફથી ૧૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ઈનામ વિતરણનાં આ કાર્યક્રમમાં આર્થિક સહાય કરવા બદલ ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્ર્મમાં ટ્રસ્ટનાં સભ્ય મહંમદભાઈ રાવત, ઈસ્માઈલભાઈ રાવત, સલીમભાઈ પટેલ, નજમુન્નીસાબેન ઉઘરાતદાર, સગુફતાબેન સૈયદ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાનાં શિક્ષક સાબીર શેખે કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.