ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ યુનિફોર્મનું દાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ જરૂરિયાતમંદ બાળકોને ગામનાં રહીશ અશ્વિનભાઈ કાંતિભાઈ પટેલ તરફથી એમનાં પિતાશ્રી સ્વ. કાંતિભાઈ પટેલનાં સ્મરણાર્થે રૂપિયા ૪૦૦ ની કિંમતનાં બે-બે જોડ સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતાં. જરૂરિયાતમંદ બાળકોને દાનપેટે યુનિફોર્મ અર્પણ કરી પોતાની શાળા અને ગામ પ્રત્યેનું ઋણ અદા કરી માનવતા મહેંકાવનાર અશ્વિનભાઈ પટેલનો શાળાનાં આચાર્ય જ્યોતિબેન પટેલે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.