મોસાલી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

બાળકોએ વિવિધ વાનગીઓનાં 50 જેટલાં સ્ટોલ ઉભા કર્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા ચણા ચટપટી, ગુલાબજાંબુ, ખાવસા, રગડા પેટીસ, શરબત, સમોસા, ભજીયા, આલુપુરી, ભુંગળા બટાકા, ખીચું, પાસ્તા, પાઉંભાજી, નુડલ્સ, પકોડા, રાઈસ વગેરે જેવી વાનગીઓનાં 50 જેટલાં નાના સ્ટોલ બનાવેલ હતાં. આ આનંદમેળામાં બાળકોએ નહીં નફો, નહીં નુકસાનનાં ધોરણે વાનગીઓ વેચી હતી.
સદર આનંદમેળામાં મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરૂણભાઇ પરમાર, માંગરોળ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર રાગિણીબેન ગામીત, માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી માંથી લિયાકતઅલી ઝીણા, હંસાબેન ચૌધરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટામિયા માંગરોલનાં બ્રાન્ચ મેનેજર રજનીશભાઈ યાદવ, બાબુભાઇ વાઘેલા, મનીષ ભાઈ, એસએમસી સભ્યો, વાલીઓ તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભવોનાં પુષ્પગુચ્છથી આવકાર બાદ તેમનાં વરદ હસ્તે રિબીન કાપીને આનં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનોએ પણ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આનંદમેળાને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય વાસંતીબેન વસાવા સહિત પુષ્પાબેન પટેલ, લલીતાબેન ગામીત, આશિષભાઈ, તેજલભાઈ, કવિતાબેન, જીરુબેન તથા ઇમરાનખાન પઠાણે જહેમત ઉઠાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.