ઓલપાડ તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મેળવનારા શિક્ષક ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં દ્વિતીય સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે. 1. જીજ્ઞેશ પટેલ (મંદરોઈ પ્રા. શાળા), 2. નીશા પાટણવાડીયા (કીમ પ્રા. શાળા), 3. પ્રિતિ ગોસ્વામી (સેલુત પ્રા. શાળા), 4. ધર્મિષ્ઠા માસ્તર (અંભેટા પ્રા. શાળા), 5. સદુતા ચૌધરી (મુળદ પ્રા. શાળા), 6. પૂજા પટેલ (ઓલપાડ મુખ્ય પ્રા. શાળા), 7. જીગીત્સા પટેલ (સેગવાછામા પ્રા. શાળા), 8. અમિષા પટેલ (રાજનગર પ્રા. શાળા), 9. ભાર્ગવપ્રસાદ ત્રિવેદી (પરીયા પ્રા. શાળા), 10. જિજ્ઞાસા સોલંકી (સાયણ સુગર પ્રા. શાળા), 11. સંદિપ પટેલ (પારડીભાદોલી પ્રા. શાળા)
ગુણાંકન માળખા અનુસાર પસંદગી પામેલ શિક્ષકોને પરીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં ગણતંત્ર દિવસની ઉજવણીનાં શુભ અવસરે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તમામ શિક્ષક ભાઈ-બહેનોને બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.