વ્યારા કે. કે. કદમ કન્યા વિદ્યાલય સ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ અને ભાગવત ગીતા વિતરણ સાથે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા ખાતે આવેલ શ્રી ર ફ.દાબુ કેળવણી મંડળ, વ્યારા સંચાલિત શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ તેમજ ભાગવત ગીતા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ હાંસલ કરનાર અંદાજે ૨૩૦ વિદ્યાર્થીનીઓને સન્માનિત કરાઈ હતી તેમજ તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇસ્કોન મંદિર વડોદરા તથા બુહારીના સંત કેશવ પ્રસાદ દ્વારા શાળાને ૧૦૦૦ વિદ્યાર્થીની તથા શિક્ષકોને વિનામૂલ્ય ભાગવત ગીતાના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત કેશવ પ્રસાદ સ્વામી તથા અતિથિ વિશેષ જય ડેપ્યુટી દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા શાળામાં રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે નામના મેળવનાર વિદ્યાર્થીનીઓને જય ડેપ્યુટી દ્વારા મેડલ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
શાળાના શિક્ષકોએ ધોરણ- ૧૦અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન તેમજ શુભેચ્છા પાઠવી હતી તેમજ વિદાય લઈ રહેલી વિદ્યાર્થીનીઓએ પણ શાળાના સ્મરણો વાગોળીયા હતા
સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્ય અપેક્ષા દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન શુકલ ભાઈ કાતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હોવાનું જાણવા મળે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.