ઓલપાડ તાલુકાની શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને બહોળો પ્રતિસાદ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘પરીક્ષા પે ચર્ચા’નાં ૮માં વિઝન અંતર્ગત ગુજરાતભરની શાળાઓને સમાંતર ઓલપાડ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી.
તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અભિનવ પહેલને તાલુકામાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તાલુકાની સરકારી શાળા સહિત કુલ ૧૫૦ શાળાઓનાં ૧૯૫૭૪ જેટલાં વિદ્યાર્થીઓ, ૧૩૧૭ જેટલાં શિક્ષક ભાઈ-બહેનો સહિત ૨૧૦ જેટલાં વાલીજનોએ કાર્યક્રમને ઉત્સાહભેર નિહાળ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.