સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સ અપ

Contact News Publisher

શિક્ષક-શિક્ષક વચ્ચે સંપ, સહકાર અને ભાતૃભાવ કેળવાય એજ ટુર્નામેન્ટની ફલશ્રુતિ છે : કિરીટ પટેલ

વેલણપુર પ્રાથમિક શાળાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક જીતુ પટેલ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બન્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી પાસેનાં અલ્લુ બોરિયા ગામ ખાતે ગતરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં દરેક તાલુકાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષ મૈસુરીયા સહિત અન્ય હોદ્દેદારોનાં સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઇનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ અને માંગરોલ અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો. જેમાં મહુવાની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 114 રન કર્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ઓલપાડની ટીમ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ફક્ત 44 રન બનાવી સમેટાઇ ગઈ હતી. આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત રહેલાં મહાનુભવો એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, મહામંત્રી અરવિંદ ચૌધરી, રીના રોઝલીન, અનિલ ચૌધરી, ધીરુ પટેલ સહિતનાં હોદ્દેદારો ઉપરાંત ટીપીઈઓ તેમજ બીઆરસીનાં હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ યોગેશ પટેલ (ઉમરા પ્રાથમિક શાળા, તા. મહુવા), બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દિપક ગામીત (ઓગણીસા પ્રાથમિક શાળા, તા. માંગરોલ) તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલ (વેલણપુર પ્રાથમિક શાળા, તા. મહુવા)ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે હર્ષોલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોનાં હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. ટુર્નામેન્ટમાં શૈલેષ પટેલે છટાદાર કોમેન્ટ્રી આપી હતી. બોરીયાનાં ગ્રાઉન્ડ મેનેજર હિતેશ પટેલ તથા તેમની ટીમે અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *