ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મળી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં બીજા જોઈન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે ગત સભાનાં એજન્ડાનું વાંચન કર્યુ હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું.
પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે આ તકે આવનારા દિવસોમાં મંડળીનાં શતાબ્દિ વર્ષની ઉજવણી તથા મંડળીનાં ભવનનાં નવીનીકરણ સંદર્ભે પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મંડળીનાં હતું. અંતમાં મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *