ઉકાઈ જીએસઈસીએલ કોલોની ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૬. એપ્રેન્ટિસશીપ ટીમ તાપી દ્વારા જી.એસ.ઈ.સી.એલ, ઉકાઈ ખાતે એપ્રેન્ટિસશીપ અવેરનેશ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લાના વિવિધ એકમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવામાં આવનારી છે. કાર્યક્રમનું ઉદઘાટન શ્રી એસ.ડી.પટેલ મુખ્ય ઇજનેર જી.એસ.ઈ.સી.એલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉદ્ધાટન સમારોહમાં શ્રી એમ.એસ.પટેલ, એક્સ ઑફિસીઓ આચાર્ય આઈ. ટી. આઈ વ્યારા, શ્રી અમિતભાઈ શાહ, યુનિટ મેનેજર એચ.આઈ. એલ. લીમીટેડ, ગોલન, શ્રી પ્રવીણ આચાર્ય, સિનિયર એચ આર મેનેજર, જે કે પેપર લીમીટેડ તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ જિલ્લાના એકમો તથા આઈ.ટી.આઈની વિવિધ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં જે.કે પેપર લીમીટેડ કંપનીની ટીમ વિજેતા તથા જી.એસ.ઈ.સી.એલની ટીમ ઉપવિજેતા રહી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ એકમોને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાની અમલવારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આપણા તાપી જિલ્લામાં વધુમાં વધુ એપ્રેન્ટિસ ભરવા માટે શ્રી એમ.એસ.પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રી એન.ડી દેસાઇ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.