વ્યારાના ચાંપાવાડી ગામે બોરવેલમાં વૃદ્ધ મહિલા ફસાઈ : દોઢ કલાકની ભારે જહમત બાદ વૃદ્ધને સહી સલામત બહાર કઢાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે સાંજે અંદાજે 6.00 થી 6.30 કલાકે વચ્ચે 10 થી 15 વચ્ચે ફૂટ ઊંડા બોરવેલમાં એક બહેન પડી ગયેલ અંગે મામલતદારશ્રી વ્યારાને મેસેજ મળેલ. અને ત્યાર બાદ તેઓ મારફતે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મેસેજ આપેલ. મામલતદારશ્રી વ્યારા દ્વારા તાત્કાલિક નગરપાલિકા વ્યારા ફાયર ટીમને ઘટના સ્થળે પહોંચાડી ઘટના સ્થળે રૂબરૂ હાજર રહી રેસ્ક્યુ કામગીરી હાથ ધરેલ છે.
દુર્ઘટના બાબતે
વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એક ૬૫ વર્ષના વૃદ્ધા ૭૦ થી ૮૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૧૫ ફૂટ પર ફસાય ગયેલને ફાયર વિભાગના 04 જવાનો દ્વારા રેસ્ક્યુ વાહનના સંશાધનો અને JCB ની સહાય થકી અંદાજે દોઢ કલાકની ભારે જહમત બાદ વૃદ્ધને સહી સલામત બહાર કાઢવામાં આવેલ અને ૧૦૮ માં આરોગ્ય વિભાગના હાજર મેડિકલ ઓફિસર દ્વારા પ્રાથમિક સારવાર આપતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ. અને સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તબીબીઓએ જરૂરી તપાસ કરતા આ વૃદ્ધની તબિયત હાલ નોર્મલ છે.
સદર બનાવમાં માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ વહીવટીતંત્ર વતી વ્યારા મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેકટ અધિકારી_ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર, મેડિકલ ઓફિસર/ટીમ અને 108 એમ્બ્યુલન્સ ટીમ હાજર રહી રેસ્ક્યુ ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.