આંધ્ર પ્રદેશના મત્સ્યોદ્યોગ મોડેલનું અભ્યાસ કરવા ગુજરાતના અધિકારીની ટીમ રવાના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આંધ્ર પ્રદેશ રાજ્ય દેશમાં જળચર ઉછેરમાં એક આગવી ઓળખ ધરાવે છે. જે જળચર ઉછેરમાં દેશનું પ્રથમ સ્થાન ધરાવતું રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉછેરના અતિરિક્ત વિકાસ માટે અને ઉપલબ્ધ નૈસર્ગિક સંસાધનો ઉપયોગ કરી રાજ્યના મત્સ્યોદ્યોગ અને મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મત્સ્ય આયુક્તશ્રી ના અધ્યક્ષ સ્થાને એક કમિટીનું ગઠન કરવામાં કરવામાં આવ્યું. જેમાં શ્રી. એમ. કે. ચૌધરી ( નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ગાંધીનગર), શ્રી. કે. આર. પટણી નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી સુરત) શ્રી. એસ. એમ આરદેશના (નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ગાંધીનગર), શ્રી. આર. પી. સખરેલિયા (મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી આણંદ), શ્રી. પંકજ પાટીલ વૈજ્ઞાનિક CIBA નવસારી, ડો. કિરણ કુમાર બારૈયા (મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક, ગાંધીનગર ) અને ડૉ. સ્મિત લેન્ડે વડા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઇ ના સમાવેશ છે. ઉપરોક્ત કમિટીના તજજ્ઞો દ્વારા આંધ્ર પ્રદેશના વિવિધ વિસ્તારના મત્સ્ય ઉછેરના પ્રકલ્પો, સંસ્થાઓ અને નીતિઓ અંગે માહિતી મેળવી ગુજરાત સરકારના નીતિઓમાં જરૂરી રજૂઆતો કરશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.