વ્યારા ખાતેની એકતા કોલેજ ઓફ નર્સિગ ખાતે Drive on PCPNDT Act વિષય પર સેમીનાર યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સુલોચના બેન પટેલ મેડમ ના માર્ગદર્શન હેઠળ તારીખ. ૩૧-૦૧-૨૦૨૫ વ્યારા ખાતેની એકતા કોલેજ ઓફ નર્સિગ ખાતે Drive on PCPNDT Act વિષય પર સેમીનાર યોજવામાં આવેલ જેમા મહિલાલક્ષી યોજનાઓની માહીતી પુરી પાડી PCPNDT Act ની સમજુતી ડો,નુતન આર ચૌધરી દ્વારા વિષયની પ્રસ્તાવનાથી લઇ એકટ શુ કામ જરુર પડી ? એકટ ના કારણે શુ બદાલાવ આવ્યો અને કેમ જરુર હતો બદલાવ લાવવાનો તે અંગે માહીતી આપવામા આવેલ જેમા ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૪ ડાયગનોસ્ટિક તકનીકોને પ્રતિબંધિત કરવાના ઉદેશ સાથે આ એકટ ધડવામાં આવ્યો જે સ્ત્રીભુણ હત્યા પર અંકુશ મુકવાનો હતો. એકટની અંદર ફોજદારી કેસ, મશીનો શીલ કરાવવાં, નોધણી સસ્પેન્શન, નિર્ધારણમા સંડોવાયેલા લોકો માટે ની સજા etc …. નિયમો લાગુ કરવામા આવ્યા કે જેનાથી કોઇ ગર્ભ પરિક્ષણ ન કરાવે, કરાવે તો તેની સજા અને અન્ય કલમો લગાવી ભુણ હત્યા ને રોકવાનો પ્રયાશ કરવામા આવેલ,અગાઉના બાળ જાતિ ગુણોતર ઝડપી ધટાડાને રોકવામાં વ્યવસ્થાપિત કરી છે. પરંતુ વર્તમાન ગુણોતર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો હોવાથી તેને હજુ ધણો લાબો રસ્તો કાપવાનો હોય ધટતો જતો બાળ લિંગ ગુણોતર રાજય માટે એક પડકાર હતો તેથી નાગરીક, સમાજ સાથે સરકારના ,સંયુકત પગલા દ્વારા“ બેટી બચાવો બેટી પઢાવો” ઝુંબેશ ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હાથ ધરવામા આવી.DHEW નાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ ખુશ્બુ બેન ગામીત દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ની યોજનાઓ વિશે માહિતી આપી તથા ભારત સરકાર પુરસ્કૃત “સખી”વન સ્ટોપ સેન્ટર તાપી નાં સેન્ટર એડમીનિસ્ટ્રેટર મધુબેન/મીનાબેન પરમાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે પુરી પાડવામાં આવતી સેવાઓ વિશે તથા જાતિય સતામણી વિશે વિસ્તૃત માહિતી આપી તથા જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર નાં કેન્દ્રસંચાલક દ્વારા સેન્ટર વિશેની જાણકારી આપી હતી આ ઉપરાંત ધણી વિષય રિલેટેડ માહિતી સરળ ભાષામાં આપવામાં આવી.કાર્યક્ર્મમાં DHEW, OSC, VMK, pbsc ,નર્સિગ કોલેજ સ્ટાફ, વિધ્યાર્થી, પ્લેશમેન્ટ સ્ટુડન્ટ હાજર રહી કાર્યક્ર્મને સફળ બનાવેલ છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *