સમગ્ર શિક્ષા કચેરી સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનાર તળાદ માધ્યમિક શાળામાં યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા કચેરી, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનારનું આયોજન તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદ ખાતે કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ઓલપાડ આઈ.ટી.આઈ. ખાતેથી તજજ્ઞ જીગીશાબેન, તુષારભાઈ, સંજયભાઈ, તળાદ માધ્યમિક વિભાગનાં ટ્રસ્ટી ઇશ્વરભાઇ પટેલ, આચાર્ય સોમવેલ વઢવી, પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ, ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ. માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી, સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા, કુંદિયાણાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર હેમાલી પટેલ, બી.આર.પી. નીતા પટેલ, આકાશ પટેલ તથા તાલુકાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાનાં આચાર્યગણ, શિક્ષકગણ તથા ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. બી.આર.પી. આકાશ પટેલે પોતાનાં ઉદ્દબોધનમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તજજ્ઞોને વિદ્યાર્થીઓ સમજી શકે એવી સીધી, સાદી અને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરૂ પાડવા આવકાર્યા હતાં. આ તકે ઓલપાડ આઈ.ટી.આઈ.થી પધારેલ તજજ્ઞ એવાં જીગીશાબેન, સંજયભાઈ તથા તુષારભાઈ દ્વારા બાળકોને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણીએ વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કયા ક્ષેત્રમાં કારકિર્દીને આગળ વધારીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં બી.આર.પી. નીતા પટેલે આભારવિધિ આટોપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.